હૂં અમવાદ નો રિકશા વાળો,
નૌ સો નવ્વાણું નંબર વાળો …

ગુજરાતી ચિત્રપટ માં રસ ધરાવતી કયી વ્યક્તિ ને મહાન ગાયક કિશોર કુમાર દ્વારા ગાયેલા આ ગીત ની ખબર નથી? એમાં પાછું અસરાની નું નિર્દોષ અભિનય।

પણ આ ગીત અને આ રીક્ષા, બન્ને એક વીતેલા સમય ની ગાથા બોલે છે।  કારણ કે હવે ‘સ્પેશ્યલ’ નંબર ના મોટા પૈસા તો ખરા પણ અસલી કિંમત તો ગાડી ઉપર ની ‘નેમ પ્લેટ’ ની છે।

ખરેખર, એ ગાડીજ શું જે તમારી જ્ઞાતિ ના વખાણે!

ચોક્કસ એક સ્પેશ્યલ નંબર થી ગાડી ના માલિક ના આર્થિક રુતબા ની ખબર પડે છે પણ એનાથી એને સમસ્ત જ્ઞાતિ ની આત્મીયતા, સમસ્ત જ્ઞાતિ નો ભાવનાત્મક સહકાર અને સત્કાર મળે એ ઝરૂરી નથી।

કદાચ એટલેજ ગુજરાત ના લગભગ બધાજ નાના-મોટા શહેરો માં રીક્ષા, કાર, ટ્રક અને બાઈક વગેરે ઉપર ‘પાટીદાર’, ‘ક્ષત્રિય’, ‘રાજપૂત’, ‘અહીર’ જ્ઞાતિ આધારિત ‘સ્ટીકર’ ચોંટાડેલા હોય છે। ‘માં-બાપ ને ભૂલશો નહિ’ કહેતા સ્ટીકર ઓછા થયી ગયા છે. હવે ‘જય ચેહર માં’, ‘જય ગોગા’ વાળા સ્ટીકર વધારે વેંચાતા લાગે છે।

‘જય ચેહર માં’, ‘જય ગોગા’, ‘જય ભીમ’ બોલવું એ તો સારી વાત છે, અને એમાં કોઈને પણ ન વાંધો છે ના હોવો જોઈએ। પણ આપડો વિષય છે કે કેવી રીતે ઘણા લોકો એમના વાહન ને એમની જ્ઞાતિય ઓળખ અને અભિમાન નું પ્રતિક બનાવી લે છે.

અમારા વસ્ત્રાપુર (અમદાવાદ) ના રબારી ભાઈઓ ની જેમ ‘જય ચેહર માં’ તો હૂં પણ બોલું છૂ પણ એ આલોકિક ભક્તિ ને ફક્ત મારી કે એમની જ્ઞાતિ સુધી સીમિત કરવું, એના પર અતિશય અભિમાન કરવું અને છેવટે બાકી જ્ઞાતિ ના લોકો ને એના થી દૂર, અથવા એમનો પ્રતિકાર કરવો ક્યાં સુધી યોગ્ય છે, એ વિચારવાની વસ્તુ છે.

જોકે આ પ્રથા રાજકોટ અને એના આસ-પાસ ના વિસ્તારો માં વધારે જોવા માં મળે છે, પણ કદાચ તેજ વિસ્તારો ના લોકો નું અમદાવાદ માં ભારે પ્રમાણ માં વસી જવાને કારણે હવે અમદાવાદ માં પણ એ દેખાઈ જવું અણધારી નથી રહી ગયું।

હાલ ચાલતા દલિત આંદોલન અને થોડા સમય પહેલાંના પાટીદાર આંદોલન માં અનુક્રમે ‘જય ભીમ’ અને ‘જય સરદાર, જય પાટીદાર’ ના સ્ટીકર ઠેર-ઠેર શેહર ના રસ્તે દેખાઈ જાય છે।

એમાં થી ઘણા આંદોલન પૂરું થતાં પોતાના વાહન ની નંબર પ્લેટ પાર થી એ સ્ટીકર કદાચ કાઢી દેશે। એવું થાય તો એની સાધારણ ધોરણે સ્ટીકર લગાવવાની પ્રથા થી સરખામણી ના થાય – કારણ કે આ લોકો એક કાળ ની જુમ્બેશ ને પોતાનું સાથ અને પોતાની આવાજ આપી રહેયા ગણાય। એવા લોકો માત્ર પોતાના સમાજ (જ્ઞાતિ) સાથે થતા વાસ્તવિક અથવા કલ્પિત અન્યાય ના વિરોધ માં પોતા નો ફાળો આપતા હોયે છે, અને એમને સાધારણ ધોરણે પોતાની જ્ઞાતિ ને જાહેર ક્ષેત્ર માં અગત્ય આપવા ની ઝરૂર નથી હોતી।

એવું હોયે તો પ્રશાશને પણ એ વાત ને સમઝી એને એ કાળ પૂરતું અવગણવું જોઈએ।

પણ જે લોકોની પ્રવ્રતિ માંજ સમાજ માં જ્ઞાતિ લક્ષી તફાવતો વધારવાનો હોય એમની સામે તંત્રે ચોક્કસ પગલાં લેવા જોઈએ।

અવારનવાર ટ્રાફિક પોલીસે એ બાબતે જુમ્બેશ ચલાવી છે. પણ ઝરૂર છે સતત ચાલતા પગલાંઓ ની। લોકશાહી નું અર્થજ એ કે જેમાં તંત્ર સર્વ સમાજ ને સમાન સ્વતંત્રતા આપે પણ સાથે-સાથ સર્વ સમાજ ઉપર એક કાનૂન નું અમલ કરે।

ચાલો, આપડે બધા આપડી જ્ઞાતિઓ ને નંબર પ્લેટ થી ઉપર રાખીયે।

અને હાં, આપડી આર્થિક જ્ઞાતિ ને પણ એનાથી દૂર રાખીયે। મોટા આકાર કે ‘સ્પેશ્યલ’ નંબર વાળી નંબર પ્લેટ થી માણસ મોટો નથી થઇ જતો।

છેલ્લે, આ તો કહેવુંજ પડે – આઈ લવ અમદાવાદ!

ABOUT THE AUTHOR:

Author. Entrepreneur. Filmmaker. Journalist.

Leave A Response