ગુજરાત રાજ્ય ની ત્રણ રાજ્ય સભા ની બૈઠકો માટે એવો ઘોંઘાટ થયો જાણે દેશ ની સામાન્ય ચૂંટણી થતી હોય। કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ એવો દમખમ દેખાડયો કે કોઈને એવું લાગ્યું હોય કે આ સમસ્ત પૃથ્વી માં થનાર છેલ્લી ચૂંટણી, અને ચૂંટાવાની છેલ્લી તક છે તો એનો કોઈ વાંક નહીં ગણાય।

બધા ને ખબર છે કે સવાલ એક બૈઠક નું નોતું પણ એક વ્યક્તિ નું હતું।  કાં તો એમ કહેવાય કે કોંગ્રેસ તરફ થી એક વ્યક્તિ નું હતું અને ભાજપ તરફ થી એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ ના બહાને એક બીજી વ્યક્તિ અને સરવાળે એક આખી પાર્ટી ને પતાવી નાખવાની જુમ્બેશ હતી।

કોંગ્રેસ ની પેલી વ્યક્તિ જીતી ગયી।  પણ કોંગ્રેસ પાર્ટી જીતી કે હારી એ તો ડિસેમ્બર ની ચૂંટણી માં ખબર પડશે।

પણ સવાલ અહીંયા એક વ્યક્તિ કે એ બીજી વ્યક્તિ નું નથી।  સવાલ છે આ વ્યક્તિ નું જે તમારું પ્રતિનિધિત્વ કરે છે। એ વસ્તુ ચોક્કસ બરાબર છે કે જે વ્યક્તિ કોઈ પાર્ટી ના ટિકિટ પર ચૂંટણી લડ્યા હોય એમની જિમ્મેદારી છે કે તેઓ એ  પાર્ટી ના સત્તાવાર સ્ટેન્ડ સાથે અડીખમ ઉભા રહે। આપડે આપડા પરિવાર, કાર્યસ્થળ અને સમાજ માટે પણ એમ કરતા હોઈએ છીએ – અને આપડા તરફ એમની આવી અપેક્ષા પણ હોય છે।

પણ તોય જો તમને બિલકુલ પોતાની જાત તરફ થઈ કોઈ મંતવ્ય આપવાની બિલકુલ છૂટ ના હોય, તમારી પ્રામાણિકતા ઉપર વિશ્વાસ ના હોય, તમારી સુરક્ષા ની બીક હોય – કે આ બધું હોય પણ તમારા ‘માલિક’ પોતાની અસુરક્ષા ના લીધે તમને એ બધી વસ્તુઓ ના ભોગ ચડાવતો હોય તો એ વ્યાજબી છે કે તમે તમારી જાત ને જનતા નો પ્રતિનિધિ નહીં પણ પાર્ટી નો ગુલામ હોવાનું અનુભવો।

ઘણા પ્રતિનિધિયો ને આનાથી ખાસ વાંધો પડતો નથી કારણ કે એમને ગુલામી ની મોટી રકમ મળતી હોય છે।

અને એટલેજ હૂં કહું છૂ, તમે તમારી જાત ને ગીરવી મૂકી ને પાર્ટી ના સ્ટેન્ડ સાથે ઉભા રહો કે બીજી પાર્ટી દ્વારા બતાવેલા સુંદર સપના (અને રોકડા) ના લીધે પાર્ટી વિરુદ્ધ જતા હો, રાજ્ય સભા ની ચૂંટણી – કે કોઈ પંણ બહુમતી સાબિત કરવાની સ્તિથી – ના પ્રાયોજન વખતે તમે જનતા ના પ્રતિનિધિ રીતે ભાગ્યેજ ભૂમિકા ભજવતા હોવ છો। જનતા ને એની સુધી સુધા છે કે નહીં, એને કાંઈ પડી છે કે નહીં એક જુદો પ્રશ્ન છે – પણ તમે તો તંત્ર ના મજૂર માત્ર બની ને રહી જાઓ છો એ નક્કી વાત છે।

પ્રશ્ન છે કે ભારત ની લોકશાહી પદ્ધતિ માં આનો કોઈ ઉકેલ નીકળી શકે કે શું।

ABOUT THE AUTHOR:

Author. Entrepreneur. Filmmaker. Journalist.

Leave A Response